Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિ આવો હવે, હરિ આવો હવે,
દિલની પીડા મારી ટાળો તમે.

આંખે તો રોજરોજ શ્રાવણ ભાદરવા,
આવો સૂરજ દેવ, આવો તમે !
હૈયે હુતાશન સળગે હમેશાં,
ઓ મારા પ્રાણદેવ, આવો ભલે ! ... હરિ.

અવસર આવો ફરીફરી ન આવે,
આજે નહીં તો ક્યારે મળશો તમે ?
પળપળ જોવાય મારે વાટો તમારી,
ચેન મને સંસારે કૈં ના પડે. ... હરિ.

આટઆટલા દિનોથી કાં રહ્યા વેગળા,
દિલની શું વાત ન્હોતી જાણી તમે ?
સ્વર્ગ તમે એક મારું, વૈકુંઠ છો ખરે,
અમૃત પ્યાલી જેવું જીવન બને. ... હરિ.

‘પાગલ’ આ રંક કહે જલદી આવો તમે,
તન-મન-ધન સર્વ મારું ચરણે ઢળે ! ... હરિ.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit