Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિ હરિ હરિ, હરિને ભજો.
રામ કૃષ્ણ ચિંતામણીને ભજો ... હરિ હરિ.

કુડા કામક્રોધ લોભને તજો,
મોહમમતાથી અળગા રહો;
માનમદ ને અહંતા તજો ... હરિ હરિ.

મીઠી વાણી સદાયે વદો,
કોઇ દિલને ના પીડા કરો,
દ્વિજ ગુરુને સેવો ને ભજો ... હરિ હરિ.

સુખદુઃખે સદાય ભજો;
તાપ છાંયે જપો ને ભજો,
શ્વાસે શ્વાસે સ્મરો ને જપો ... હરિ હરિ.

ભજ્યા તેને તો લાભ શો ઘણો,
શાંતિ ધનનો તોટો ના રહ્યો,
રૂપ જોઇ જોઇ ને રટો ! ... હરિ હરિ.

દિવસે રાતે સવારે સ્મરો,
કામ કરતાંયે મનથી જપો.
બની ‘પાગલ’ પ્રેમે ભજો ! ... હરિ હરિ.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit