Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમમાં જલવું પડે છે ભાઇ !
આગમાં જલવું પડે છે ભાઇ !

તીખા અંગારે નિશદિન ત્યાં તપવું પડે છે ભાઇ,
પોક મૂકીને, મૂંગે મૂંગે, રડવું પડે છે ભાઇ !

પંથ મહીં છે કંટક, વેદન સહવું પડે છે ભાઇ,
આપત્તિ ને સંકટ તેમાં રમવું પડે છે ભાઇ !

શૂળી પર છે સેજ સૂવું ત્યાં સ્મિતથી પડે છે ભાઇ,
સોદો સસ્તો, શીશ પહેલાં મૂકવું પડે છે ભાઇ !

તાપે છાયા, વિષમાં અમૃત, ગણવું પડે છે ભાઇ,
ધીરે ધીરે મરવું પડે છે, ટકવું પડે છે ભાઇ !

આઠે પહોર મીન પ્રેમમાં વસવું પડે છે ભાઇ,
‘પાગલ’ પ્રિયતમ પોતે કો’દી બનવું પડે છે ભાઇ !

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit