Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારાં ચરણોમાં ગુલતાન
હરિ, મારું મનડું છે ગુલતાન ... તમારાં.

તમારાં પ્રેમામૃતનું પાન
મળ્યું મને પ્રેમામૃતનું પાન;
તમારી રતિમાં બાંધ્યાં નાથ,
કે બાંધ્યા મન, ઇન્દ્રિય ને પ્રાણ ... તમારાં.

જુએ તમને જ સદાયે આંખ,
કે સેવે મન, વાણી ને કાન,
હો મારો અવિચલ આમ સુહાગ,
કે લાગ્યું એક તમારું ધ્યાન ... તમારાં.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit