Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિ આવો રે, જરી આવો રે,
નેહે નીરખવાનો લ્હાવો લઇએ.

રસિયાં આ નયનોમાં આવી આતુરતા,
નીરખી નીરખીને જરી પાણી ભરીએ ... હરિ.

કેટકેટલી ભરેલ હૈયામાં વાત છે,
આંખડી મિલાવીને વાતો કરીએ ... હરિ.

સૂરજ ને ચંદ્ર જેવા સોહાશું આપણે,
કાયાકમલદલ ખોલી દઇએ ... હરિ.

પીડા છે પ્રાણમાં, અંગાર અંતરે,
ભેટી ભેટીને શાન્ત પુરાં થઇએ ... હરિ.

એક વાર આવો તો ઉત્સવ હંમેશના,
ભૂલે ચૂકે પછી ના છૂટાં પડિયે ! ... હરિ.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit