Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

હે જ્ઞાનેશ્વર હે ધ્યાનેશ્વર,
હે યોગેશ્વર સંયોગેશ્વર
પ્રણામ શતશત હો તમને;
અનુગ્રહનું અમૃત વરસાવી
આજ કૃતાર્થ કરો અમને .. હે જ્ઞાનેશ્વર

મહિમા સુણી તમારો આવ્યાં
દૂર દૂરથી અમે અહીં,
ગુણ સંકીર્તન શ્રવણે મનને
હૈયું હાથ શક્યું ન રહી.
વિલંબ ના જ કરો વેળાસર
સત્કારો સપ્રેમ હવે ... હે જ્ઞાનેશ્વર

લૌકિક નથી લાલસા કોઇ,
આશ પારલૌકિક પણ ના;
વિવેક ને વૈરાગ્ય દાન દો,
પ્રેમ પવિત્ર સનાતન હો,
સિદ્ધિ શિખર સર કરી આતમ
રંગમહીં રસરાજ રમે ... હે જ્ઞાનેશ્વર

વાસના ન હો ક્ષુલ્લક મનમાં,
આત્માના અનુસંધાને;
જીવન ઉજવે ઉત્સવ નિશદિન,
પરિપ્લાવિત બનતાં ગાને.
વરસો સંજીવન રેલી દો
પ્રકાશ તરવાને તમને ... હે જ્ઞાનેશ્વર

- શ્રી યોગેશ્વરજી

 

Comments

Search Reset
1
Yatri
9 years ago
Very nice! May Maa-Prabhu bless you to achieve ultimate goal. Jay Maa!
Like Like Quote
2
યોગેશ કવીશ્વર
9 years ago
પ્રથમ વખત સ્વર્ગારોહણની મુલાકાત લીધા બાદ અનેક જન્મોથી ભવાટવીમાં રઝળપાટ કર્યા પછી જીવનમાં સમર્થનું શરણું મળ્યું છે અને આ અદ્દભૂત યોગ પ્રગટ્યો છે ત્યારે પરમ કૃપાળુ માના સત્વરે સત્કારે અને અનુગ્રહનું અમૃત વરસાવીને અમને પણ તારે એવી પ્રાર્થના સહજ રીતે થઇ જાય છે.
પૂજ્ય પ્રભુ દ્વારા રચિત આ ગીત મને ખૂબ જ ગમે છે અને પૂજ્ય માના સુમધુર સ્વરમાં વારંવાર સાંભળું છું. તેમાં હે જ્ઞાનેશ્વરના બદલે હે જ્ઞાનેશ્વરી થઈ ગયું અને સ્વર્ગારોહણની મુલાકાત પછીના મનના ભાવો પણ એમાં ઝીલાયા એટલે સહજ રીતે જ એ પૂજ્ય માની પ્રાર્થનામાં પરિવર્તિત થઈ ગઈ!

હે જ્ઞાનેશ્વરી હે ધ્યાનેશ્વરી,
હે યોગેશ્વરી હે સર્વેશ્વરી
પ્રણામ શતશત હો તમને;
અનુગ્રહનું અમૃત વરસાવી
આજ કૃતાર્થ કરો અમને .. હે જ્ઞાનેશ્વરી..

મહિમા સુણી તમારો આવ્યાં
દૂર દૂરથી અમે અહીં,
ગુણ સંકીર્તન શ્રવણે મનને
હૈયું હાથ શક્યું ન રહી.
વિલંબ ના જ કરો વેળાસર
સત્કારો સપ્રેમ હવે ... હે જ્ઞાનેશ્વરી

લૌકિક નથી લાલસા કોઇ,
આશ પારલૌકિક પણ ના;
વિવેક ને વૈરાગ્ય દાન દો,
પ્રેમ પવિત્ર સનાતન હો,
સિદ્ધિ શિખર સર કરી આતમ
રંગમહીં જગદંબ રમે ... હે જ્ઞાનેશ્વરી

વાસના ન હો ક્ષુલ્લક મનમાં,
આત્માના અનુસંધાને;
જીવન ઉજવે ઉત્સવ નિશદિન,
પરિપ્લાવિત બનતાં ગાને.
વરસો સંજીવન રેલી દો
પ્રકાશ તરવાને તમને ... હે જ્ઞાનેશ્વરી
Like Like Quote

Add comment

Submit