Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પ્રભુના શરણ વિના કોઇ ભવને તરશે નહીં રે

કામ ક્રોધ મમતાનાં જાળાં,
આસક્તિનાં બંધ રૂપાળાં,
પરમાત્માની કૃપા વિના ઢળશે નહીં રે ... પ્રભુના શરણ વિના

અશાંતિ આવરતી અંતરને,
ક્લેશ કોરતાં કોટિ મનને,
પ્રભુના પ્રેમ વિના એ ભંગ કદી બનશે નહીં રે ... પ્રભુના શરણ વિના

ધન વૈભવ ને ઉપભોગોમાં,
સ્વર્ગસમાં સુખમય લોકોમાં,
અમૃત તત્વતણી ધારા મળશે નહીં રે ... પ્રભુના શરણ વિના

કોટિ ઉપાય કરે જન કોઇ,
કલ્પ લગી જીવે છો સોઇ,
તેજ વિના તમનાં પડળો ટળશે નહીં રે ... પ્રભુના શરણ વિના

મૃગજલનું પાણી પીવાયે,
પર્વત ઊઠી જલમાં ન્હાયે,
તોપણ વ્યાઘિ કૃપા વિના મટશે નહીં રે ... પ્રભુના શરણ વિના

શાશ્વત સ્નેહ કરી લે એને,
શરણાગતિને સેવ સ્નેહે,
કોડ બધા તારાં બીજા પૂરશે નહીં રે ... પ્રભુના શરણ વિના

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit