Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે રંક કેટલાં તાર્યા
તમે રંક કેટલાં તાર્યા !

અધમ તણો ઉદ્ધાર કર્યો ને
બગડ્યા કૈંક સુધાર્યા;
દુર્બલની દુર્બલતા ટાળી
ડુબ્યા કૈંક ઉગાર્યા ... તમે રંક

પાપીના પરહર્યા પાપને
કૈં ના દુઃખ વિદાર્યા;
આંસુ કૈંકના લુછ્યાં કૈંના
જીવન વળી ઉજાળ્યાં ... તમે રંક

રડતાંને તો તમે હસાવ્યાં,
હસતાં તેને નચાવ્યાં;
દરિદ્રને વૈભવ આપ્યાને
જડથી કાવ્ય રચાવ્યાં ... તમે રંક

અજામીલ ને ગીધ વ્યાધને
એવાં કૈં કૈં તાર્યા;
શરણે આવેલાંને પાળ્યાં,
દુષ્ટ જનોને માર્યા ... તમે રંક

'પાગલ' બન્યો છતાંય પુકારો
સુણો કેમ ના મારા;
મને તારતાં બગડી શું જશે,
ગુણને ગાઉં તમારા ! ... તમે રંક

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit