Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

છે સારથિ પદ સોંપ્યું તમને
પછી ચિંતા થાય જરાય નહીં,
રથ સર્વ સમર્પ્યો છે તમને
પછી શોક સતાવે જરાય નહીં... છે સારથિ પદ

ભય કયાં તેને કયાં ભેદ વળી,
કયાં બંધન મોહ અશાંતિ જરી,
જેને અપનાવો પૂર્ણપણે,
એને અફસોસ જરાય નહીં ... છે સારથિ પદ

મહાભારતના મેદાન મહીં,
શસ્ત્રાસ્ત્રોનો ખખડાટ થતા,
યોધ્ધાઓ લલકારે લડવા,
તોય થાય નિરાશા લેશ નહીં ... છે સારથિ પદ

મને આશ્રય એક તમારો છે,
સંપૂર્ણ સદાનો સહારો છે,
સાફલ્ય વિજયની ના શંકા,
શુચિ કરુણાઘારા જાય વહી... છે સારથિ પદ

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit