Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા ભોગ વૈભવમાં કશુંયે નિત્ય શાશ્વત ના,
સકળ સંસાર ક્ષણભંગુર ભરોસો એહનો છે ક્યાં ?

ચપળ ચપલા રહે ચમકી ગગનમાં ને વિલીન થતી;
સદાયે સિંધુમાં આવે અચાનક ભાવની ભરતી;
નથી ટકતી નિરંતર તે, ભરોસો એહનો છે ક્યાં ? ....તમારા

સુમન જે છોડ પર ખીલે ઢળે આખર વદન વીલે,
મરણના જે મારને યૌવન તથા સૌંદર્ય ના ઝીલે,
મળે સામ્રાજ્ય સ્વર્ગ છતાં ભરોસો એહનો છે ક્યાં ? ....તમારા

હવે વધુવાર ભોગોમાં નથી મારે ખરે ભમવું,
વિનાશી રંગ રૂપોની કરી મમતા નથી રમવું;
પુન: સત્સંગ આવો સાંપડે એવો ભરોસો ક્યાં ? ....તમારા

બતાવો અમરતાનો માર્ગ બંધનને હઠાવી દો,
તિમિર અજ્ઞાનનાં ટાળી કૃપાનાં કિરણ ઢાળી દો;
કરાવો આત્મદર્શનને; ભરોસો અન્યનો છે ના .....તમારા

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit