શાશ્વતી શાંતિ પામવી હોય.
અખંડ આત્માનંદે જીવન
કૃતાર્થ કરવું હોય,
હરિના નિર્મળ યશને ગાઓ,
ભ્રાંતિ રહે ના કોય ....શાશ્વતી.
જીવનમાં હરિ જ્યોત જગાવો
અંધકાર હો તોય,
સફળ થશે જીવન પૂર્ણપણે,
ઉપાય અન્ય ન કોય ....શાશ્વતી.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

