Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અયોધ્યામાં ભલે પ્રકટ્યા પૂર્ણ ને કૃતકામ,
આજ આવિર્ભાવ પામો હૃદયમાં શ્રી રામ.

જન્મ લીધો યુગો પહેલાં ધન્ય દશરથધામ,
જન્મ ધારો ફરી આજે નગર ગામેગામ.

આસુરી વૃત્તિ વધી વસુધામહીં આજે,
રગરગ મહીં કુંભકર્ણો રાવણો રાજે.

તાડકા મારીચના વંશજ વળી જન્મ્યા,
રક્ષવા ઋષિયજ્ઞ આવો નષ્ટપ્રાય તમામ.

દિગદિગંતે જપાય ભલે મધુર મંગલ નામ,
ચરાચરમાં કરાય ભલે સફળ સાર્થક કામ.

પ્રતિષ્ઠા હો આરતી હો તમારી સઘળે;
સમર્પિત હો શ્રી ચરણમાં દ્રવ્ય આજ તમામ.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit