Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા રૂપ પર ગયો વારી.

અર્પણ કર્યું તમોને અંતર
મિલ્કત અર્પી મારી,
જીવનદાન કરી દીધું મેં
ગયો બધું યે હારી ... તમારા રૂપ પર

સુંદરતાનું સદન તમે તો
કોમલતાની ક્યારી,
કેમ કરીને કહી બતાવું
કહો મધુરતા ભારી ... તમારા રૂપ પર

આંખ સુધાના સરવર સરખી,
છે અત્યંત રૂપાળી,
ક્ષુલ્લક લાગે સુંદરતા ત્યાં
આ સૃષ્ટિની સારી ... તમારા રૂપ પર

ગુણની ગણના થાય કદી ના
શક્તિ પણ છે ન્યારી,
'પાગલ' કરી મને જીવન છે
દીધું ખરે ઉજાળી ... તમારા રૂપ પર

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit