Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાણે કોણ જ ભેદ ?

અંતર અબૂધ સમાન જણાયે, ઊંડે ભરિયા વેદ,
શાંતિ અનંત ભરી અંગોમાં, પ્રાણ પણ થયો કેદ ....જાણે

હાસ્ય વિહરતું વદને કિન્તુ, હૈયે રમતો ખેદ,
દાવાનલ દિલમાં પ્રકટેલો, કોણ જુએ એ ભેદ ! ....જાણે

લીલ નીરનો તેમ જ વાદળ, કરે ચંદ્રનો છેદ,
આજ લગી તો આવરણ થકી, એમ થયો વિચ્છેદ ....જાણે

અંતરમાં અનુરાગ ભર્યો છે, જીવન છે નિર્વેદ,
‘પાગલ’ ભેદ ખુલે તે પહેલાં, પ્રકટી કરો અભેદ ....જાણે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit