if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ઈશ્વરનું દર્શન કેવી રીતે એટલે કે કયા સાધનથી કરી શકાય ?
ઉત્તર : ઈશ્વરના દર્શન માટેનું સૌથી આવશ્યક અકસીર અમોઘ સાધન ઈશ્વર માટેનો પરમ પવિત્ર પ્રબળ પ્રેમ છે.

પ્રશ્ન : ઈશ્વરનું દર્શન ધ્યાન, જ્ઞાન અને ભક્તિથી ના થઈ શકે ?
ઉત્તર : થઈ શકે, પરંતુ એ સર્વે જુદાં જુદાં દેખાતાં સાધનોના મૂળમાં પરમાત્માને માટેનો પ્રેમ હોવો જોઈએ, અને એ સાધનોના પરિણામે પણ પાર વિનાનો પરમાત્મપ્રેમ પ્રગટવો જોઈએ.

પ્રશ્ન : ઈશ્વરના દર્શનની સાધનામાં જીવનની વિશુદ્ધિનું મહત્વ ખરું કે નહિ ?
ઉત્તર : ઈશ્વરના દર્શનની સાધનામાં જીવનની વિશુદ્ધિનું મહત્વ અનિવાર્ય છે. મનની ને બાહ્ય જીવનની વિશુદ્ધિ વિના ઈશ્વરને માટેના પરમ પવિત્ર પ્રબળ પ્રેમનો પ્રાદુર્ભાવ થઈ શકે નહિ. એટલે જીવનની વિશુદ્ધિની ઉપેક્ષા કદાપિ ના થઈ શકે.

પ્રશ્ન : ઈશ્વરના પરમ પવિત્ર પ્રબળ પ્રેમને પ્રકટાવવા અને વધારવા માટે શું કરવું જોઈએ ?
ઉત્તર : એને માટે નિયમિત રીતે અંતરના ઊંડાણમાંથી કરાતી પ્રાર્થનાનો આધાર લેવો જોઈએ. પ્રાર્થનાથી મોટી મદદ મળે છે. એ ઉપરાંત ભગવદ્ ભક્તો તથા સત્પુરુષોનો સમાગમ કરવો જોઈએ. એમના સત્સંગ, શુભાશીર્વાદ અને મંગલ માર્ગદર્શનથી ઈશ્વરીય પ્રેમની જાગૃતિ તથા અભિવૃદ્ધિ અથવા પુષ્ટિ થાય છે. આધ્યાત્મિક ઉત્તમ પ્રકારના ભાવોથી ભરેલા સદગ્રંથોના સ્વાધ્યાયથી પણ એને માટેની મહત્વની મહામૂલ્યવાન મદદ મળી રહે છે. એ બધાં સાધનો સિવાયનું અન્ય એક અકસીર સાધન પ્રેમપૂર્વક વધારેમાં વધારે સમયપર્યંત કરવામાં આવતા નામજપનું છે. નામજપની સાધનાથી ઈશ્વરીય પવિત્ર પ્રેમનું પ્રાકટ્ય થતાં સાધક ઈશ્વરના દર્શન અથવા સાક્ષાત્કારનો સુરદુર્લભ લાભ મેળવી લે છે.

પ્રશ્ન : ઈશ્વરનું દર્શન સાચેસાચ થઈ શકે છે ?
ઉત્તર : અવશ્ય થઈ શકે છે. એ સંબંધમાં લેશ પણ શંકા નથી સેવવાની.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.