if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Curse to Parikshit}

Is there a way to get protection from snakes? Well, if one believes ancient scriptures, there is a way. It has been mentioned in Mahabharata that the recitation of following verses protects one from snakes.

Astik, son of Sage Jarutkaru, had a boon so that serpants can not harm him. The same mantra (verses) is shared in Mahabharata Adi Parva. The meaning of these verses is very interesting. It prays to serpant god not to harm and gives reference to the original boon that was granted to Astik. Isn't it fascinating ?

{/slide}

મહારાજા જનમેજયના સુપ્રસિદ્ધ સર્પયજ્ઞમાં જરત્કારુ ઋષિના પુત્ર આસ્તીકે સર્પોની સુરક્ષા સાધીને એમના દ્વારા જે વરદાન મેળવેલું તે વરદાન સૌ કોઇ જાણે એ આવશ્યક છે.

એ વરદાન એક પ્રકારનું અભયવચન છે.

એ અભયવચનને અનુસરીને, મહાભારતમાં જણાવ્યા પ્રમાણે, જે વ્યક્તિ નીચેનો પાઠ કરશે તેને સર્પનો ભય નહીં રહે. એ પાઠવાક્યો આ પ્રમાણે છેઃ

असितं चार्तिमंतं च सुनीथं चापि यः स्मरेत् ।
दिवा वा यदि रात्रौ नास्य सर्पभयं भवेत् ॥

यो जरत्कारुणा जातो जरत्कारौ महायशाः ।
आस्तीकः सर्पसत्रे वः पन्नगान्योङभ्यरक्षत ॥

तं स्मरंत महाभागा न मां हिंसितुमहर्थ ।
सर्पापसर्प भद्रं ते गच्छ सर्प महाविष ।
जनमेजयस्य यज्ञांते आस्तीकवचनं स्मर ॥

आस्तीकस्य वचः श्रुत्वा यः सर्पो न निवर्तते ।
शतधा भिद्यते मूर्घ्नि शिशंवृक्षफलं त्रथा ॥

મહાભારતના આદિપર્વના અંતર્ગત આવેલા આસ્તીકપર્વના અધ્યાય 58ના ઉપયુક્ત 23 થી 26 સુધીના શ્લોકોના ભાવાર્થ આ પ્રમાણે -

"જે કોઇ દિવસે કે રાત્રે અસિત, આર્તિમાન અને સુનીથનું સ્મરણ કરશે તેને સર્પનો ભય નહિ રહે."

"જે મહાયશસ્વી આસ્તીક જરત્કારુ ઋષિથી જરત્કારુનાત્રિણીમાં જન્મ્યા છે અને તમને સર્પોને જેમણે સર્પથી રક્ષ્યા છે તે આસ્તીકનું હું સ્મરણ કરું છું. હે મહાભાગ્યશાળી સર્પો, હું તમારાથી હણાવા યોગ્ય નથી."

"હે સર્પ, હે મહાવિષધર, અહીંથી ચાલ્યો જા. તારું કલ્યાણ થાવ. જનમેજયના યજ્ઞના અંત વખતના વચન યાદ કર."

"આસ્તિકના વચનને યાદ કરીને જે સર્પ પાછો નહીં વળે તેના શિરના શિષણ વૃક્ષના ફળની પેઠે સેંકડો ટુકડા થઇ જશે."

એ શ્લોકોના અનુસંધાનમાં આગળ પર જણાવવામાં આવ્યું છે કે આસ્તીકના આખ્યાનનું કીર્તન કરનારને પણ ક્યારેય કોઇ સ્થળે સર્પોનો ભય નહીં રહે.

મહાભારતનાં એ વચનમાં વિશ્વાસ રાખીએ.

– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.