वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि ॥
वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीरनेनाधीतेनाहोरात्रान्
संदधाम्यृतं वदिष्यामि सत्यं वदिष्यामि ॥
तन्मामवतु तद्वक्तारमवत्ववतु मामवतु वक्तारमवतु वक्तारम् ॥
ॐ शांतिः । शांतिः । शांतिः ॥
*
om van me manasi pratishthita,
mano me vachi pratisthitam aviravirma edhi
vedasya ma anisthah, shrutam me ma prahasih,
anen adhiten ahoratra nsandadhamritam vadishyami,
satyam vadishyami, tanmamatatu tadvaktaramavatu
avatu mamavatu vaktaram-avatu vaktaram
aum shantih shantih shantih ॥
*
શાંતિપાઠ
વાણી મારી મનમાં સ્થિત હો, મન ને વાણીમાં સ્થિત હો,
જેને માનું સત્ય તે વદું, મન ને વાણી એક બનો.
તેજરૂપ હે પરમાત્મા, હો પ્રકટ તમે મારે માટે,
ઓ મન વાણી મારાં, લાવો વેદજ્ઞાન મારે માટે.
સાંભળેલ ને મેળવેલ જે જ્ઞાન તે મને છોડે ના,
દિવસરાતની ખબર પડે ના બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં.
શ્રેષ્ઠ સદા બોલીશ, સત્ય ને હમેશાં હું વદવાનો;
મારા ને મારા ગુરૂવરના રક્ષક પ્રભુ હમેંશા હો !
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥