Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારા ભાઈ !
તું કાશી, મથુરા ને દ્વારકામાં ફરે છે,
પરંતુ તને ખબર છે કે,
મન મથુરા છે, કાયા કાશી છે, અને દિલ દ્વારકા છે ?

ગંગા, જમના ને સરસ્વતી તારી અંદર જ છે.
ત્રિવેણીસંગમ પણ ત્યાં જ થઈ રહ્યો છે-તારી કાયામાં,
એ વાતના રહસ્યને તું જાણે છે ?

પુણ્યધામોના પ્રવાસ ના કર એવું કહેવાનો આશય નથી,
પરંતુ એકલી બહારની યાત્રા જ યાત્રા નથી,
અંદરની યાત્રા પણ છે.

તારું પ્રત્યેક પરમાણુ પવિત્ર છે, પ્રાણવાન છે, પ્રેરણાસ્પદ છે.
તારા પોતાના દિલરૂપી દેલાવયમાં દેવોના દેવ બિરાજમાન છે.
એમના દર્શનથી જ તને શાંતિ સાંપડી શકે તેમ છે.
એ વાતની તને ખબર છે ?

- શ્રી યોગેશ્વરજી