Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રભાતના પ્રથમ પ્રહરમાં
તેં એક જ સુધાસભર સ્મિતનું દાન આપ્યું;
એમાંથી આજે અનહદ આનંદવર્ષા થઈ રહી છે.

મારી ઝોળીમાં એક જ કણ જેવું કૈંક નાખ્યું;
એના પરિણામે સંપત્તિ મારી ચિરસ્વામિની થઈ છે.

તેં પ્રેમપૂર્વક પ્રદાન કરેલા પ્રેમના અક્ષર દ્વયમાંથી
મેં અસંખ્ય અક્ષરોમાં, અનંત આલાપોમાં, ગાન ગાયું
કિન્તુ વરસોના વહેવા છતાં પણ,
વિરામ નથી.

- શ્રી યોગેશ્વરજી