Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
'તું અત્યંત આકર્ષક ને સુંદર છે,'
માર્ગ પરથી પસાર થતા મુસાફરે ઉદગાર કાઢ્યો :
'દેવના દૂત તરફથી મળતા તાજા યૌવનની જેમ,
તારી તાજી સુવાસ અંતરને આનંદ આપનારી છે.'

'અરે ભાઈ !
તારી પાસે નથી એવું રઢિયાળું રૂપ ને નથી એવી કોઈ ખાસ સુવાસ.'
બીજો મુસાફર એ સાંભળીને બોલી ઊઠયો.

પરંતુ ફૂલે પહેલાનું સ્વાગત ના કર્યું ને બીજાની અવગણના પણ ના કરી.

એવી આત્મલીન અવસ્થા -
જેમાં ઉત્તમ પોતાની ઉત્તમતાના ખ્યાલથી પણ પર થઈ જાય છે -
એને માટે મારી નિરંતર પ્રાર્થના હો !

- શ્રી યોગેશ્વરજી