Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને મળી ગયા દેવના દેવ હરિ..(2)

સ્વજનોની સંગાથે ફરતી (2)
પગદંડી પ્રભુ કેરી ગ્રહી...મને મળી ગયા...

મંત્રજપની સાધના કીધી (2)
તપ વ્રત ઉપવાસોને વરી...મને મળી ગયા..

પ્રભુભજનનું ભાથું બાંધી (2)
નિયમ-ઔષધ લીઘું જરી...મને મળી ગયા...

સ્મરણ કરતી આવી ઊભી (2)
બારણે ટકોરા માર્યા ફરી...મને મળી ગયા...

સાદ સૂણીને દ્વાર ઉઘાડી (2)
દિવ્ય દર્શન ની લ્હાણ ધરી...મને મળી ગયા...

વિષયો કેરી વિષભરી પ્યાલી (2)
પલટાવીને પીયૂષે ભરી...મને મળી ગયા...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાધના કરતાં કરતાં પ્રભુદર્શન થાય ત્યારે સાધકના જીવનમાં આનંદનો ઉત્સવ મંડાય.

દર્શન માટે શું શું કર્યુ અને અંતે શ્રીહરિએ દર્શન આપ્યાં ત્યારે જીવનમાં કેવો ફેરફાર થયો તેનું વર્ણન અહીં જોવા મળશે.

મંત્રજપ, ઉપવાસો, પ્રભુભજન આદિ સાધનોથી સાધનાક્ષેત્રે મથામણ શરૂ થઈ તો અંતે પ્રભુએ પોકાર સાંભળ્યો અને પોતાનું દિવ્યદર્શન પ્રસાદરૂપે આપ્યું, ત્યારે રહ્યો સહ્યો વિષયોનો રસ પીયૂષમાં પરિણમ્યો.

જીવનમાં દેવોના પણ દેવ એવા શ્રીહરિ જ મળી જાય તો તેથી થતો આનંદ અહીં વ્યક્ત થયો છે.
 

Add comment

Submit