વંદન ગુરુજી પ્રેમે કરીએ

વંદન ગુરુજી ! પ્રેમે કરીએ,
શ્રીચરણોમાં મસ્તક ધરીએ.

માતતાત છો, સાથી ન્યારા,
સ્વામી, સખા ને સ્વજન છો પ્યારા...વંદન.

દાસ બનાવી ચરણે રાખો,
કલેશ સમસ્ત જીવનના કાપો...વંદન.

માળી અમારા ! ફૂલડાં તમારાં,
સુગંધ ભરજો પ્રાણે અમારા...વંદન.

ડગલે પગલે ભૂલો કરતાં,
અનિત્ય પથ પર પગલાં ભરતાં ... વંદન.

અનુગ્રહથી અપનાવો અમને,
અરજી અંતરતમથી તમને .... વંદન.

- © મા સર્વેશ્વરી

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
જીવનનું જે પરમકલ્યાણ સાધવાનું છે તેમાં જે સાચી સહાય કરે તે ગુરુ. એવા ગુરુજીને અંતરના અંતરતમથી પ્રણામ. સંસારના સર્વ બંધનોને ગુરુજીના શ્રીચરણે સમર્પિત કર્યા, જેથી હવે શિષ્યનાં સાચાં માતાપિતા, સાથીદાર, સ્વામી કે મિત્ર - સર્વ સદગુરુ પોતે જ બની ગયા છે. એ સર્વરૂપે જ્યાં સમાઈ ગયાં છે તે વ્યક્તિવિશેષ ગુરુજીને પ્રેમમય પ્રણામ.

ગુરુજીના શ્રી ચરણે દાસ બનીને રહીએ તો જીવનનાં સર્વ કષ્ટો કલેશોમાંથી મુક્તિ મળી જાય. એ માટે શ્રી ગુરુજીને પ્રાર્થના કરવાની રહે છે.

સદગુરુ શિષ્યના પ્રભુમય જીવનબાગના માળી છે. ગુરુજીએ જ પ્રભુપ્રેમનું બીજ વાવ્યું છે. હવે એ જ સંભાળ રાખશે. ફૂલ ખીલે ને સુગંધથી સંપન્ન બને ત્યાં સુધી સદગુરુ જ સંભાળ રાખીને માવજત કરશે એવી વિનંતી થઈ છે.

શિષ્ય તો ધણીવાર અવિવેક ભરી ભૂલો કરતો રહે છે, અને જે અનિત્ય છે તે તરફ દોડ મૂકે છે. ત્યારે એવી પરિસ્થિતિમાં પણ તેને ગુરુજી જ બચાવી લે છે, ખોટી દિશામાંથી પાછો વાળી લે છે.

ગુરુજી પોતાનો વિશેષ અનુગ્રહ વરસાવીને અમારી વિનંતિને ધ્યાનમાં રાખીને અમને આગળ વધારશે.

સાચા ગુરુને આ રીતે વંદન સાથે પ્રાર્થના થઈ શકે.
 

Comments  

+1 #1 Manoj M. Joshi 2011-05-08 10:10
Guruji ...

Today's Quote

Everyone is ignorant, only on different subjects.
- Will Rogers
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.