Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દૈવી દર્શન મેં કીધાં રે...નંદદુલારા...

સંસારની છોડી માયા,
સ્વીકારી તારી છાંયા;
કૃતકૃત્ય બનાવી કાયા રે...નંદદુલારા...

ગોકુળમાં ધૂન મચાવે,
ગોપીને રાસ રમાડે;
મારા મંદિરે મુરલી વગાડે રે...નંદદુલારા...

મને સુમધુર કથા કહે છે,
મારો અંતરભાર વહે છે;
ભય-ચિંતા-ક્લેશ દહે છે રે...નંદદુલારા...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાધનાપંથે સાધક આગળ વધે છે ત્યારે કોઈકવાર દૈવી અનુભવો પણ થતા હોય છે.

સ્વજનોની માયા છોડીને પ્રભુની છાયા શોધવાના પ્રયત્નો થયા તો અનુભવે સમજાયું કે જે દૈવી દર્શન આપે છે તે જ મનમંદિરે પણ બિરાજે છે.

તે જ દૈવી સ્વરૂપ ભય ને ચિંતાથી રક્ષે છે. સર્વ સ્વરૂપે તેનું જ દર્શન સહજ બની જાય છે.

દૈવી દર્શનની સાથે સાથે તે સ્વરૂપની હાજરી અન્યત્ર પણ અનુભવી શકાય છે.
 

Add comment

Submit