Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કસોટી કરે કૃષ્ણ ! કયાં સુધી મારી ?
બાજી સુધારી લાજ રાખજે તારી.

મુસીબતોના પહાડો હઠાવી લેને,
પીડાના પાવકને શમાવી દેને.

મન મૂંઝાય તને ગમે શું એવું ?
આનંદ મંગલ થાયે, કરી દે તેવું.

સર્વસમર્થ ! તારું ધાયુઁ કરી દે,
કિરણો કૃપાનાં મારે મારગ ભરી દે.

મારગડે મૂકી મુજને સંતાયો શાથી ?
લેને બનાવી શીધ્ર જીવનસાથી.

રાહ જોઉં છું લઈ પ્રેમની થાળી;
પૂજા સ્વીકારી લેને આટલી ન્યારી.

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
 જીવનમાં ચારેકોર અંધકાર છવાયો હોય, શું કરવું તેની સમજ ના પડે, તયારે પણ ભક્ત તો ભગવાનની જ સહાય માંગે છે.

સર્વસમર્થની સહાય જ ઉપયોગી થાય છે એમ માનીને ભક્ત પ્રભુને કહે છે. હે પ્રભુ! યોજનાની આખીયે બાજી ઊલટી થઈ ગઈ છે ત્યારે તેને સુધારીને તમારા નામને છાજે એવી રીતે કાર્ય કરજો.

માર્ગમાં આવતી મુસીબતોને દૂર કરીને જીવનને નિશ્ચિંત અને આનંદમય કરી દો.
કૃપાનાં કિરણો રેલાવીને મને તમારી જીવનસંગિની બનાવી લો. જીવનભર પૂજાની થાળી સાથે હું તમારી પ્રતીક્ષા કરી રહી છું. મને સંપૂર્ણપણે સ્વીકારી લો.
 

Add comment

Submit