એવો શો અપરાધ થયો,
મારો શો અપરાધ થયો ?
અપ્રિય મુજને માન્યો શાને દિલથી દૂર કર્યો?
પ્રકટ થઈ મારી સામે ના આશીર્વાદ ધર્યો ! ... એવો.
મને મોકલ્યો પરહિત કાજે જગમાં પ્રેમભર્યો,
કોલ દઈને હજી ન આવ્યાં, કેમ નિરાશ કર્યો? ... એવો.
તમારા વિના નીરસ લાગે વૈભવ મોક્ષ મળ્યો,
એકલવાયું લાગે ઉરને, રંગ બધોય મર્યો ... એવો.
અપરાધી ને અજ્ઞ ખરે છું સ્ખલને ખૂબ ભર્યો;
માફ કરી દો મોટા મનથી તો જ જઈશ તર્યો ... એવો.
વિકૃત મલિન બાલને ‘મા’નો અંક સદાય મળ્યો,
‘પાગલ’ને ભેટી લો ભાવે, પાવકથી પ્રજળ્યો ... એવો.
- © શ્રી યોગેશ્વરજી

