if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વાદળ, નભની પાર, આજે જાઓ !
વરસાવી રસધાર, વેગે જાઓ ! .. વાદળ.

વાસ કરે દેવી દુનિયાની,
ખેલે છે જ્યાં માત મહારી;
પવનપાંખપે જાવ પહોંચી;
કાસદ કોઈના તો થાઓ ! ... વાદળ.

ગાન વિરહનાં ત્યાં જઈ ગાઓ,
અનુકંપા ઉરમાં ઉપજાવો;
પામી પધારે તો સમજાવો,
અંતર એને લેખ લખાવો ... વાદળ.

સૂર્યચંદ્રની ગતિ છે ના જ્યાં,
પવન પહોંચે ના પાવક ત્યાં,
ધામ કહે છે એનું છે ત્યાં;
શીઘ્ર જઈને ભાળ લગાવો ... વાદળ.

દૂત તમે, નહિ રોકે કોઈ,
માર્ગ આપશે રૂપ જ જોઈ;
લોચન રાતાં રોઈ રોઈ;
સ્નેહી છો, સંદેશ સુણાવો ... વાદળ.

ભૂમિ હિમાલયની હરિયાળી,
બેઠો બાલક ત્યાં રસ ધારી;
પ્રેમતણો છે પ્યાસી એ તો,
દીધું બીજું સર્વ વિસારી ... વાદળ.

ભૂલી ગયાં તમે શું તેને?
આરામ નથી આજે એને;
પ્રેમપિયૂષ પિલાવો પ્રેમે,
નવજીવન ના જડતું કેમે ... વાદળ.

માતા સાથે પાછા આવો,
માત મળે ત્યારે મધુ ગાઓ;
ચપલામાં હરખે ચમકારો,
વૃષ્ટિ કરી અમને રસ પાઓ ... વાદળ.

નભ પૃથ્વીને મિલન કરાવો,
પટુતા તે મુજનેય બતાવો;
‘પાગલ’ પ્રાર્થે જલદી જાઓ,
મિલન અવશ્ય અમારું કરાવો ! .. વાદળ.

વાદળ, નભની પાર, આજે જાઓ !
વરસાવી રસધાર, વેગે જાઓ ! .. વાદળ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.