Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પરોપકાર સમું પૃથ્વીમાં ઉત્તમ કૈંયે ના.
સેવા સમું સુખદ સંસારે શ્રેષ્ઠ કશુંયે ના,
સંતશાસ્ત્ર સૌ એ જ કહે છે; સંશય એમાં ક્યાં? ... પરોપકાર સમું.

રોતાંનાં લોચન લૂછવાં ને દર્દ દૂર કરવાં,
પીડિતની પીડા હરવી ને સ્વપ્ન સુખદ ધરવાં;
સનાથ કરવાં અનાથને ને જીવનથી ભરવાં;
એથી ઉત્તમ નથી ખરેખર કૈંયે અવનીમાં ... પરોપકાર સમું.

તપ્ત હૃદયને છાંયા દેવી, દેવો તેમ પ્રકાશ,
હતાશને હિંમત ને દેવી નિરાશને પણ આશ;
શ્રેષ્ઠ સાધના છે એ, બીજો યજ્ઞ પરમ છે ક્યાં? ... પરોપકાર સમું.

તરસ્યાંને પાણી ભૂખ્યાંને ભોજન ભાવ કરી;
ઘાયલની ગતિ જાણી લેવી સેવાભાવ ભરી;
તપસ્યા નથી એ કૈં નાની, યોગ પરમ છે હા ... પરોપકાર સમું.

જીવન તે છે ધન્ય અન્યને સુખકારક છે જે,
ભવતારક ને દોષવિદારક લોકહિતે રત જે;
મંગલ માર્ગ મુસાફરનો છે વિનાશ કો’દી ક્યાં? ... પરોપકાર સમું.

અન્યતણા ઉદ્ધારમહીં છે શ્રેષ્ઠ રહી સેવા,
માગું છું એ વાત તમોને ખાસ કરી કે’વા;
‘પાગલ’ કે’ પીડા હરવામાં વિલંબ કરશો ના ... પરોપકાર સમું.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit