Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજ તો પૂનમ મહા મનાય.

ઉત્સવ થાય અનેરો આજે,
પર્વ પવિત્ર ગણાય;
વરસમહીં એક જ છે આવી,
મંગલ ખૂબ મનાય ... આજ તો.

વ્રતનો મહિમા આજ અનેરો,
કીર્તનકથા કરાય;
તીરથ તેમજ ગ્રામનગરમાં
મેળા ખૂબ ભરાય ... આજ તો.

અલૌકિક અને આનંદભર્યો
આજે દિવસ મનાય;
શોક તેમ સંતાપ શમે ને
હરખ બધેય છવાય ... આજ તો.

મારા જીવનમાં પણ ક્યારે
ઉત્સવ મહા મનાય?
છવાય ક્યારે રંગ હૃદયમાં,
શાશ્વત શાંતિ વણાય? ..આજ તો.

‘પાગલ’ કહે તમારો પૂરણ
આજે પ્રેમ છવાય;
પર્વદિવસ તો થાયે મારે,
દર્શનરસે ન્હવાય ! ... આજ તો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit