Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંગ છે ઉપવાસથી આ ખૂબ કૃશ થયું,
નિર્બળ બન્યું, વિરહ વેઠી વ્યથિત છેક થયું;
તોય ચિંતા ના ટળી, ના મિલન મધુર થયું,
હૃદય નીરસ, રુદનથી ભર, આ અનાથ રહ્યું !

હિમાલયના દિવ્ય દેશે આજ તપતો હું,
દૂર ગુર્જર દેશની ક્ષણવાર યાદ કરું;
ગામમાં ત્યાં શાંત માતાજી હશે બેઠાં,
પ્રેમની પ્રતિમાસમાં મંગલ બની બેઠાં.

ખૂબ તે ઉપવાસની ચિંતા હતાં કરતાં,
નિરખતાં મારી વ્યથા ને વેદના ધરતાં;
પ્રેમ એવો હતો મારે કાજ અંતરમાં,
જતાં મૂક જલી મને દેખી કદી દુઃખમાં.

યાદ કરતાં વાત એ હૈયું દ્રવે મારું,
કદી ભાવવિભોર બનતાં આંસુ બે સારું;
તમે જગદંબા કહેવાઓ જગતજનની,
છતાં ચિંતા લાગણી કાં નથી નિજ જનની ?

કહે ‘પાગલ’ નામ છે મોટું તમે ધાર્યું,
કરો સત્વર સાર્થ તે દળદર હરી મારું.

- © શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
0
mir Rajeshkumar Kara
6 years ago
સૌ પ્રથમ તમારા ચરણોમાં ભાવપુર્વક મારા વંદન,
ધ્યાન માર્ગે માં ગુરુજીના માર્ગદર્શન વગર આગળ વધવામાં કોઈ મુશ્કેલી આવે ખરી? એવી કોઈ મુંઝવણની/ભટકાવની કોઈ સમસ્યા આવે ખરી? મારા વાંચવામાં આવેલું કે પાગલપનની આવવાની શકયતા રહેલી છે? યોગ માર્ગમાં શરુઆત થી લઈ યોગની છેલ્લી અવસ્થા સુધીના આપના અનુભવો કહેવા આપને નમ્ર વિનંતી છે.
Like Like Quote

Add comment

Submit