if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,
મેળાપ થશે ખરે આપણો, જૂનો વિરહ જશે;
અંતર મારું એમ કહે છે, સફળ પ્રયાસ થશે.
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

આંસુ મટી આનંદ વહેશે, આહ બધી મરશે,
આક્રંદતણો અંત આવશે, ઉજાગરા ફળશે.
અંતર મારું એમ કહે છે, જીવન ધન્ય થશે.
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

કષ્ટ સહનનું શ્રેય થશે, ને પીડા પણ મટશે,
અલ્પતા ટળી જશે બધીયે, દરિદ્રતા હટશે;
અંતર મારું એમ કહે છે, શાંતિ મને મળશે.
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

પ્રેરણા કરી આજ તપાવો, તપ તે પૂર્ણ થશે,
દૈવી દર્શન થશે તમારું, પ્રાણ ન ક્યાંય જશે.
અંતર મારું એમ કહે છે, વાર્તાલાપ થશે.
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

ચંદનશીતલ સ્પર્શ મધુથી મધુર મને મળશે,
તનમનને પલટાવીને તે પાવનતા ધરશે;
અંતર મારું એમ કહે છે, મળ સઘળા ટળશે;
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

મધુવનમાં તપતા ધ્રુવજીને ધન્ય કરેલ તમે,
બીજા કૈં ભક્તોના મનમાં રૂપ તમારું રમે.
અંતર મારું એમ કહે છે, ભાવ બધા ફળશે.
આ વખતે તો કૃપા તમારી મારા ઉપર થશે,

આજ લગ જીવન ભલેને ગમે તેમ ગયું,
હવે પણ આશાભર્યું છે મન પ્રફુલ્લ થયું;
સૂર્ય ઉગશે ખરે સોનાનો નભે મારે,
હૈયુ સાક્ષી એમ પૂરે, સુખ થશે મારે !

થશે જય જયકાર ને ઉલ્લાસ ઊભરશે,
પ્રકટશે મંગલ ઘડી, ઉજ્જવલ મને કરશે;
એજ આશાથી તપી આજે રહ્યો છું હું,
પ્રેમ પીડા સહન કરતાં આજ પ્રાર્થું છું.

તપતા તે પામતા એ નિયમ શાશ્વત છે,
માંગ મારી થશે પૂરી આજ કાલે કે;
પ્રેમ’પાગલ’ કહે અંતર વેદના મરશે,
સર્વ બિમારી જશે ને ઉષા મધુ મળશે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.