Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજની હો રઢિયાળી રાત !

દર્શન થાયે દિવ્ય તમારું,
તેમ કરાયે વાત;
મધુથી મઢેલી થાવ ભલેને
મંગલ આ મધરાત ! ... આજની.

અંધારી તો પણ અજવાળી
દેજો મારી જાત;
તેજોમય હો તમારા થકી
તે, જગજનની માત ! ... આજની.

મળો મને એકાંતે આજે
સ્નેહ બની સાક્ષાત;
તનમન ને અંતરમાં મારા
ભવ્ય પાડવા ભાત ! ... આજની.

હરખાયે છો હૈયું મારું,
ગૌરવ ધારે ગાત;
ચંદ્રથકી પણ ચારુ બનીને
રમણીય કરો રાત ! ... આજની.

વ્યથા શમો ને મટો વિરહની
આજ ખરે મધરાત;
પ્રકટો એને અનુસરનારું
‘પાગલ’ પુનિત પ્રભાત!..આજની.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit