Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને દો પ્રસન્નવદન વિદાય !

સંકટ સમયે આજે આવો કરવા કાજ સહાય;
દર્શન આપી ચિંતા ટાળો, જય જયકાર કહાય ... મને દો.

આજ અવશ્ય પકડજો મારી પ્રેમ કરીને બાંય;
તનમનઅંતર સંતપ્ત થયાં, ઢાળી દેજો છાંય ... મને દો.

સમદર્શી ને દયાસિંધુ છો, શમવો દિલની લ્હાય;
દામ ન બેસે તમને તેમાં, શ્રમ પણ ન પડે કાંય ... મને દો.

પાવન હિમગિરિ ધન્ય બને ને થાય પ્રસન્ન હવાય;
મુક્ત બને જીવન મારું ને ગૌરવગીત ગવાય ... મને દો.

જીવ-બ્રહ્મના ભેદ મટે ને અભેદ ઓચ્છવ થાય;
કાયમ માટે એક થઈને નેન નેહમાં ન્હાય ... મને દો.

‘પાગલ’ કહે મળે ના તમને કોઈ કોટિ ઉપાય;
કૃપા કરી દો તો જ મળાયે, છેક થયો નિરુપાય ... મને દો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit