Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિરહ ના કરમાયે કદિ કાળ !
કુસુમસમ વિકસે દિલની ડાળ !

ફોરમ એની ફેલાય બધે,
કરતાં મધુર ત્રિકાળ;
તરંગ તેનાં તાલ સદા દે
અંતર સરવર પાર ... વિરહ.

અસારમાં પણ સાર ભરી દે,
ખાય કદી ના માર;
પૂજા એની કાયમ ચાલે,
થાય ભલે ને વાર ... વિરહ.

મિલનતણા આ જટિલ જંગમાં
પામે ના કદિ હાર;
સહજ સ્પર્શથી સુખ આપે એ,
નરને જેવી નાર ... વિરહ.

પ્રતિપળ પ્રબલ બને ને સેવે
તમને બનતાં જાર;
‘પાગલ’ મિલન કરાવે અંતે
એમ કરે ઉપકાર ! ... વિરહ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit