Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મળવા માટે મનોરથ કર્યો હિંમત ખૂબ કરી,
સુધાછલેલું સ્વરૂપ જોવા હિંમત ખૂબ કરી !

સાહસ મહા કહો આ મારું, સ્વપ્ન વિરાટ વળી,
પંગુ ચહે પર્વત પર ચઢવા, વિશાળ સિંધુ તરી !

સ્વરૂપનું દર્શન કરવાની આવ્યો લગન લઈ,
ભાવોની શુભ સામગ્રીથી અંતરથાળ ભરી !

મને ખબર છે : દુર્ગુણનો ભંડાર ખરેખર હું,
અજ્ઞાની, ક્ષતિનો સાગર ને અલ્પશિરોમણી છું;

તમને મળવાની પણ આશાં ઉરમાં સહજ ભરી,
કેમે કરી ન રોકાયે તે, માનો વાત ખરી.

મિલન વિના બેચેન બન્યું મન, શાંતિ સમસ્ત ટળી,
મળો તમે તો મિલ્કત મોટી એને જાય મળી !

પ્રેમસ્વરૂપ પતિતપાવન છો, ખબર મળી મુજને,
ધીરજ ધારી મળવા તેથી આવ્યો મુક્ત મને.

‘પાગલ’ પૂજે પ્રાણ તમોને નિશદિન ભાવ ભરી,
અર્પણ કરતાં ગીત ચરણમાં માયા ગાઢ કરી !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit