Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मंगलाचरण 
 
मूलं धर्मतरोर्विवेकजलधेः पूर्णेन्दुमानन्ददं ।
वैराग्याम्बुजभास्करं ह्यघघनध्वान्तापहं तापहम  ॥
मोहाम्भोधरपूगपाटनविधौ स्वःसम्भवं शङ्करं ।
वन्दे ब्रह्मकुलं कलंकशमनं श्रीरामभूपप्रियम ॥ १ ॥
 
सान्द्रानन्दपयोदसौभगतनुं पीताम्बरं सुन्दरं ।
पाणौ बाणशरासनं कटिलसत्तूणीरभारं वरम ॥
राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितं ।
सीतालक्ष्मणसंयुतं पथिगतं रामाभिरामं भजे ॥ २ ॥
 
(सोरठा)
उमा राम गुन गूढ़ पंडित मुनि पावहिं बिरति ।
पावहिं मोह बिमूढ़ जे हरि बिमुख न धर्म रति ॥


 
મંગલાચરણ
 
જે છે મૂળ મહાન ધર્મતરુના, પૂર્ણેન્દુ પેઠે વળી
દેતા દિવ્ય વિવેકના જલધિને આનંદ જે અદભૂત;
વૈરાગ્યામ્બૂજ ભાનુશા અઘહર સંતાપના નાશક,
ટાળે નિર્મળ વ્યોમવાયુ બનતાં વ્યામોહનાં વાદળ;
જે કલ્યાણ સ્વરૂપ શંકર કરે કલ્યાણ ભક્તોતણું
વંદુ બ્રહ્મસમા કલંકશમન તે રામભૂપપ્રિય.
 
દિવ્યાનંદપયોદ સુંદર વળી પીતાંબરે સોહતાં,
હાથે ચારુ ધનુષ્યબાણ કટિએ ભાથાસહ ઉત્તમ;
રાજીવાયતલોચને શિરજટાજૂટે સમાકર્ષતા,
સીતાલક્ષ્મણ સાથ સુંદર જતાં માર્ગે ભજું રામને.
 
(દોહરો)
વિરતિ પામતા પંડિતો મુનિવર મોટા તેમ,
ગૂઢ ગુણો શ્રીરામના શકું વર્ણવી કેમ.
 
પ્રભુથી વિમુખ અધર્મરત વિમૂઢ પામે મોહ,
કૃપા કરે સમજાય તો ચિદાનંદસંદોહ.