if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण को सहयोग देने के लिए मारीच संमत
 
जाहु भवन कुल कुसल बिचारी । सुनत जरा दीन्हिसि बहु गारी ॥
गुरु जिमि मूढ़ करसि मम बोधा । कहु जग मोहि समान को जोधा ॥१॥
 
तब मारीच हृदयँ अनुमाना । नवहि बिरोधें नहिं कल्याना ॥
सस्त्री मर्मी प्रभु सठ धनी । बैद बंदि कबि भानस गुनी ॥२॥
 
उभय भाँति देखा निज मरना । तब ताकिसि रघुनायक सरना ॥
उतरु देत मोहि बधब अभागें । कस न मरौं रघुपति सर लागें ॥३॥
 
अस जियँ जानि दसानन संगा । चला राम पद प्रेम अभंगा ॥
मन अति हरष जनाव न तेही । आजु देखिहउँ परम सनेही ॥४॥
 
(छंद)
निज परम प्रीतम देखि लोचन सुफल करि सुख पाइहौं ।
श्री सहित अनुज समेत कृपानिकेत पद मन लाइहौं ॥
निर्बान दायक क्रोध जा कर भगति अबसहि बसकरी ।
निज पानि सर संधानि सो मोहि बधिहि सुखसागर हरी ॥
 
(दोहा) 
मम पाछें धर धावत धरें सरासन बान ।
फिरि फिरि प्रभुहि बिलोकिहउँ धन्य न मो सम आन ॥ २६ ॥


 
રાવણને સહાય કરવા મારીચ સંમત
 
(દોહરો)  
કુશળ વિચારીને કરો ગૃહપતિ હવે પ્રયાણ;
સુણતાં રોષે રાવણે દીધી ગાળ કરાળ.
 
મૂઢ, બોધ આપે મને ગુરૂની પેઠે તું,
પરંતું આખા જગતમાં અજોડ યોદ્ધો હું.
*
કર્યું તરત ત્યારે અનુમાન શસ્ત્રી મર્મી શઠ ધનવાન
વૈદ ભાટ કવિ કે યજમાન નવ વિરોધથી ના કલ્યાણ.
 
કરી રહ્યો મારીચ વિચાર હણશે લંકાપતિ તત્કાળ;
મરવાનું તો છે જ ખરે, રામબાણથી મુક્તિ મળે.
 
બંને બાજુ મરણ જોયું, રામવિચારે મન મોહ્યું
જાગ્યો હર્ષ પરમ મનમાં દર્શન કરવા રઘુવરનાં.
 
(છંદ)
નિજ પરમપ્રીતમને વિલોકી સફળ મુજ લોચન થશે,
પામીશ સુખ શ્રી અનુજ સાથે રામપદ મન લાગશે.
નિર્વાણપ્રદ છે ક્રોધ, ભક્તિ જેમની પ્રભુ વશ કરે,
સુખસિંધુ શ્રીહરિ તે સ્વહસ્તે હણે છો મુજને શરે.
 
(દોહરો)  
મારી પાછળ દોડતાં ધારી ધનુ ને બાણ,
નિહાળીશ પ્રભુ ફરી ફરી ધન્ય કરીને પ્રાણ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.