Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण से लडते हुए जटायु घायल हुआ
 
हा जग एक बीर रघुराया । केहिं अपराध बिसारेहु दाया ॥
आरति हरन सरन सुखदायक । हा रघुकुल सरोज दिननायक ॥१॥
 
हा लछिमन तुम्हार नहिं दोसा । सो फलु पायउँ कीन्हेउँ रोसा ॥
बिबिध बिलाप करति बैदेही । भूरि कृपा प्रभु दूरि सनेही ॥२॥
 
बिपति मोरि को प्रभुहि सुनावा । पुरोडास चह रासभ खावा ॥
सीता कै बिलाप सुनि भारी । भए चराचर जीव दुखारी ॥३॥
 
गीधराज सुनि आरत बानी । रघुकुलतिलक नारि पहिचानी ॥
अधम निसाचर लीन्हे जाई । जिमि मलेछ बस कपिला गाई ॥४॥
 
सीते पुत्रि करसि जनि त्रासा । करिहउँ जातुधान कर नासा ॥
धावा क्रोधवंत खग कैसें । छूटइ पबि परबत कहुँ जैसे ॥५॥
 
रे रे दुष्ट ठाढ़ किन होही । निर्भय चलेसि न जानेहि मोही ॥
आवत देखि कृतांत समाना । फिरि दसकंधर कर अनुमाना ॥६॥
 
की मैनाक कि खगपति होई । मम बल जान सहित पति सोई ॥
जाना जरठ जटायू एहा । मम कर तीरथ छाँड़िहि देहा ॥७॥
 
सुनत गीध क्रोधातुर धावा । कह सुनु रावन मोर सिखावा ॥
तजि जानकिहि कुसल गृह जाहू । नाहिं त अस होइहि बहुबाहू ॥८॥
 
राम रोष पावक अति घोरा । होइहि सकल सलभ कुल तोरा ॥
उतरु न देत दसानन जोधा । तबहिं गीध धावा करि क्रोधा ॥९॥
 
धरि कच बिरथ कीन्ह महि गिरा । सीतहि राखि गीध पुनि फिरा ॥
चौचन्ह मारि बिदारेसि देही । दंड एक भइ मुरुछा तेही ॥१०॥
 
तब सक्रोध निसिचर खिसिआना । काढ़ेसि परम कराल कृपाना ॥
काटेसि पंख परा खग धरनी । सुमिरि राम करि अदभुत करनी ॥११॥
 
सीतहि जानि चढ़ाइ बहोरी । चला उताइल त्रास न थोरी ॥
करति बिलाप जाति नभ सीता । ब्याध बिबस जनु मृगी सभीता ॥१२॥
 
गिरि पर बैठे कपिन्ह निहारी । कहि हरि नाम दीन्ह पट डारी ॥
एहि बिधि सीतहि सो लै गयऊ । बन असोक महँ राखत भयऊ ॥१३॥
 
(दोहा)   
हारि परा खल बहु बिधि भय अरु प्रीति देखाइ ।
तब असोक पादप तर राखिसि जतन कराइ ॥ २९(क) ॥
 
जेहि बिधि कपट कुरंग सँग धाइ चले श्रीराम ।
सो छबि सीता राखि उर रटति रहति हरिनाम ॥ २९(ख) ॥
 
॥ नवान्ह पारायण छठा विश्राम ॥


 
રાવણથી સીતાને છોડાવવા જતાં જટાયુ ઘવાયો
 
(દોહરો)  
સીતાએ આતુર બની કર્યો કઠોર વિલાપ,
અજોડ વીર સમસ્ત શ્રીરામ જગમાં આપ.
 
ક્યો થયો અપરાઘ કે દયાહીન બનતાં
વિસર્યા મુજને આર્તિહર આશ્રિત સુખ ધરતાં !
 
રઘુકુળ સરોજ સુર્ય હે, લક્ષ્મણનો ના દોષ,
ફળ પામી હું, મેં કર્યો અનુચિત સાચે રોષ.
 
કૃપા અખૂટ છતાં તમે રહી ગયા છો દૂર,
તણાઇ રહી આર્ત હું ઘોર વિપત્તિપૂર.
*
વિપત્તિ તમને કોણ આ સંભળાવશે ઘોર;
જડચેતન જીવો બન્યા શોકિત સુણતાં શોર.
 
ગીધરાજે સુણી આર્તવાણી નારી રઘુતિલકની જાણી;
લઇ અધમ નિશાચર જાય મ્લેચ્છ જે રીતે કપિલા ગાય.
 
સીતા પુત્રી પામીશ ન ત્રાસ, કરું રાક્ષસકેરો નાશ,
દોડ્યો પક્ષીરાજ કહી એમ છૂટ્યું ગિરિ પ્રતિ વજ્ર હો જેમ.
 
દુષ્ટ કેમ ઊભો ના રહેતો, નભે નિર્ભય વધતો રહેતો,
મને ઓળખતો નવ લેશ, બોલ્યો પોકારી એમ ખગેશ.
 
એને દેખી કૃતાંતસમાન કર્યું દસકંધરે અનુમાન,
છે આ મૈનાક પર્વત ભારે, વિષ્ણુ ગરુડ મારું બળ જાણે.
 
(દોહરો)   
વૃદ્ધ પળ પછી ઓળખ્યો જટાયુને એણે,
બોલ્યો મરશે યુદ્ધમાં લડશે તો કેમે.
*
દોડ્યો ગીધ ક્રોધાતુર ત્યારે છોડી જાનકીને જા અત્યારે
ક્ષેમકુશળ નગરે તારે નહિં તો દંડ ભોગવશે ભારે.
 
રામરોષ પાવક અતિઘોર, જલશે શલભશું કુળ કરી શોર;
તારો દેખાવ આજનો ઓર, સુખી થાય કદી નવ ચોર.
 
એણે પકડી રાવણના કેશ મૂકી દયાતણો લવલેશ
કરી વિરથ પૃથ્વી પર નાખ્યો, ઉરે રામના રાગને નાખ્યો.
 
(દોહરો)   
ઘાયલ કાયાને કરી કર્યો ઘડી બેહોશ,
સીતાને મુક્તિ ધરી પાછો ફર્યો સરોષ.
 
લંકાપતિએ ક્રોધથી કાઢી ઘોર કટાર,
કાપ્યા બાહુ જટાયુના દયા તજી તત્કાળ.
 
અદભૂત કર્મ કરી સ્મરી સ્નેહે રામ વળી
જટાયુ પૃથ્વી પર પડ્યો પ્રભુનું ધ્યાન ધરી.
 
સીતાને રથ પર પછી બેસાડી જલદી
ચાલ્યો રાવણ ગગનના માર્ગથકી ભયથી.
 
વ્યાધિવશ જાળે પડી મૃગલીશી ભયભીત
ચાલી સીતા વ્યોમમાં સ્મરી રામની પ્રીત.
 
વાનર ગિરિ પર દેખતાં બોલીને હરિનામ
નાખ્યું વસ્ત્ર ઉતાવળે કરવા માટે કામ.
 
ભયપ્રીત બતાવી છતાં દુષ્ટ ગયો હારી;
અશોકવન રાખી કરી સુવિધાને સારી.
 
માયામૃગ પાછળ ગયા જે રીતે શ્રીરામ
એ આકૃતિ અંતર ધરી સીતા રટતી નામ.