બંધ બારણે ટકોરા મારીને,
શ્યામે લીધી સ્વીકારી ...
કેટકેટલા દિનોથી પોકારતી હું,
કીધી કસોટી ભારી....શ્યામે...
મૌનમંદિરનો સાદ સંભળાયો,
આવ્યો અલખ જગાડી...શ્યામે...
જીન્દગી સોંપી શ્રી ચરણે એના
નિશ્ચિંત બનતાં મ્હાલી....શ્યામે...
અણુએ અણુમાં આનંદ હેલી,
મસ્ત બનીને નાચી....શ્યામે...
MP3 Audio
રચના સમયના મનોભાવો
મૌનમંદિરમાં થયેલી પ્રાર્થનાઓ જ્યારે સંભળાવા લાગી ત્યારે જીવનમાં આનંદ છવાઈ ગયો. કેટલાયે દિવસોની કસોટી બાદ મનોકામના પૂર્ણ થઈ ત્યારે કોને મસ્તી ના ચઢે?
ભગવાન શ્રી કૃષ્ણે સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે એ ઘટના જ્યારે સત્ય બનીને સામે આવીને ઊભી રહી ત્યારે જીવન નિશ્ચિંત બની ગયું. એ પરમ ધન્ય પળોમાં આ ગીત રચાયું.

