Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હીંચકે ઝૂલવા આવો મારા વ્હાલા,
પ્રેમે પાથરણાં પાથર્યા રે....હીંચકે

એકલી અટૂલી ઝુલૂં છું હીંચકે,
આવને અલબેલડા આજે રે... હીંચકે

રોજ રોજ વ્હાલા એક જ કહેવું,
આવીને બેસ મારી પાસે રે.... હીંચકે

સાનમાં સમજી લેને જરી શામળા,
છાનો માનો આવજે સાચે રે..... હીંચકે

મીઠી મધુરી વાતલડી માંડવા,
પાસે આવીને વિરાજજે રે.... હીંચકે

પ્રેમના બંધન પ્રેમે સ્વીકારી,
વેળાસર આવજે વ્હાલા રે.... હીંચકે

સ્નેહની રેશમ દોરે ઝૂલીશું,
શ્યામસુંદર તારી સાથે રે..... હીંચકે

રાધા કદી જો આવે તને તેડવા,
બેસાડીશું એને સાથે રે..... હીંચકે

રાધાની સંગે શોભે મારો શામળો,
અવિનાશી અલબેલો રે... હીંચકે

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : પુષ્પા છાયા

 
રચના સમયના મનોભાવો
 
મૌનમંદિરમાં પૂ. શ્રી મોટાએ દરેક ઓરડામાં હીંચકાની વ્યવસ્થા કરી છે. દરરોજ સવારે હીંચકા ઉપરની ગાદીને વ્યવસ્થિત કરીને ધોયેલી ચાદર પાથરવાની હોય છે. એ ક્રિયા સમયે દરરોજ વિચાર આવતો કે દરરોજ હીંચકો તૈયાર કરું છું તો ઉપર શું મારે એકલીએ જ ઝૂલવાનું ?

હીંચકા ઉપર બેસનારા સર્વશ્રેષ્ઠ સાથીદાર તરીકે શ્યામને બોલાવીને તેની સાથે બેઘડી સુખદુઃખ ની વાતો કરીએ એવી ભાવસૃષ્ટિમાંથી મૌનમંદિરમાં આ ભાવના સ્ફૂરી.

Add comment

Submit