Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રામ તમે ઘનશ્યામ તમે છો, શાંતિ પ્રદાયક બુદ્ધ છો,
યોગેશ્વર જ્ઞાનેશ્વર રૂપે, દીનબંઘુ દીનાનાથ છો...રામ તમે

પ્રણામ પ્રભુજી પ્રભાતે કરું,તમને પૂરણ પ્રીતથી
લઇ લક્ષમાં આજ પ્રાર્થના, આશિષ દો નિજ રીતથી...રામ તમે

બુદ્ધિ શુદ્ધ કરોને મારી વૃત્તિ શ્રી ચરણે ધરો,
શંકા સર્વ ફગાવી દોને, શ્રદ્ધા ભક્તિને ભરો....રામ તમે

જીવનકેરા પુણ્ય પ્રવાસે મીઠી પરબ બનો તમે,
પ્રભુ પ્રેમનાં પાણી પાજો તરસ્યા અંતરના અમે....રામ તમે.

તપ્ત બનેલી જીવનવાટે વડલો શાંતિ તણો બનો,
છાયામાં ક્ષણભર રાખીને, થાક હરો જીવનતણો....રામ તમે

પથભ્રાંત જીવનને માટે પ્રકાશને પ્રગટાવજે,
ખાડામાં પગ પડે કદી તો આવી સદ્ય ઉગારજો....રામ તમે.

વિપત્તિની વર્ષા વરસે તો સહવાનું બળ આપજે,
કરો કસોટી ભલે અમારી આવી પાર ઉતારજો....રામ તમે

સુખદુઃખમાં સંગાથે રહેજો, નામસ્મરણ સાથી બનો,
સ્વપ્ને પણ ના ક્યાંય ભૂલીએ એવી આશિષ આપજો....રામ તમે

MP3 Audio : મા સર્વેશ્વરી

MP3 Audio : પુષ્પા છાયા

 
રચના સમયના મનોભાવો
 
હે પ્રભુ અંતરને સંપૂર્ણ શદ્ધ કરી દો. જીવનની દુર્ગમ કેડી વચ્ચે અમે ભાંગી પડીએ, પડી જઈએ, પથભ્રાંત બની જઈએ, નિરાશ થઈ જઈએ, દુઃખી બની જઈએ, તો પ્રભુ તમે સર્વ પ્રકારે અમને સહાયક બનજો. સતત તમારું સ્મરણ રહે એવા આશીર્વાદ માંગતા પ્રભુને પ્રણામ કરનાર સાધકની આ અવસ્થામાંથી પસાર થવાનું બન્યું ત્યારે આ પ્રાર્થના થઈ.

Add comment

Submit