Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારો સાચો મિત્ર તું બનજે,
વિનતિ મારી કાને ધરજે....મારો...

જીવનમાંહી એક છે મારો સાચો મિત્ર તું,
મિત્ર બનીને દોરજે મુજને ભૂલ કરું જ્યાં હું....મારો...

સાધનાની પગદંડીએ ચઢતા પગ જો પાછા પડે,
હિંમત પ્રેરણા દઈને વ્હાલા રસ્તે ચઢાવ મને....મારો....

સુદામાનો સાચો મિત્ર બન્યો હતો એકવાર,
એ જ સગપણ રાખીને વ્હાલા આવજે મારી પાસે....મારો....

પ્રેમભાવે તે કીધાં કામો મીરાં ને દ્રોપદીના,
પ્રેમ ધરીને આવજે એમ જ મારા જીવનમાં...મારો....

અંધકાર જો ઘેરી વળે તો આવજે દીપ બની,
મૌન ન રહેતાં સાદ કરજે વ્હાલા શ્રીહરિ...મારો....

ઉતરી પડું હું ખાડે કદી તો સંરક્ષક બનજે,
સ્મરણ કરતાં સન્મુખ રહેજે હાથ લંબાવીને...મારો....

જ્યારે જ્યાં જ્યાં મળવા માંગુ ત્યાં ત્યાં તું પ્રકટી,
દૈવી શાશ્વત સાથને દેજે સાચો મિત્ર બની...મારો....

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
વિવિધ ભાવે ભજવાનું શરૂ થયું ત્યારે પ્રભુને મિત્ર બનાવવાની ઈચ્છા થઈ. પ્રભુને પ્રેમથી પલાળી લઈએ. પોતાનો બનાવી દઈએ. મિત્ર બનીને સદા પાસે રાખી લઈએ. જેથી જીવનની દરેક પળ તેનો સહયોગ મળી રહે. વળી એ સંરક્ષક બનીને સાચો દિવ્ય સાથી પણ બની શકે એવી ભાવના પ્રભુ આગળ આ રીતે વ્યક્ત કરી શકાય.
 

Add comment

Submit