મારા શ્રી ગુરૂદેવ પ્રભુ,
પૂરા પ્રેમ ભાવે નમું...
મારાં પાપ ને તાપને બાળો હવે,
મારાં કામ ને ક્રોધ નિવારો તમે,
મારી વૃત્તિને વાળો પ્રભુ...પૂરા...
નામ સ્મરણે વેગ વધારો જરી,
ચારુ ચરણોની મસ્તી જગાડો ફરી,
મારાં દેવ દયાળુ પ્રભુ....પૂરા.....
કરુણા વરસાવી પાસે રાખો મને,
દિવ્ય દર્શન નિત નવાં આપો તમે,
દિવ્ય જીવન બનાવો પ્રભુ....પૂરા....
મારાં તાત ને માત બનો શ્રી હરિ,
મારાં સ્વજન સખા સ્વામી બનજો વળી,
જીવન સર્વસ્વ બનજો પ્રભુ.....પૂરા....
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનમાં રહેલી સર્વ અશુદ્ધિઓને હે પ્રભુ દૂર કરી દો. નામસ્મરણને જીવંત બનાવી મસ્ત બનાવી દો. સર્વસંબંધે પ્રભુ જીવનને દિવ્ય બનાવો. એવા ભાવોમાંથી આ ભાવના અક્ષરદેહ પામી.

