Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ के प्रस्ताव को सचिव सुमंत्र की संमति 
 
मुदित महिपति मंदिर आए । सेवक सचिव सुमंत्रु बोलाए ॥
कहि जयजीव सीस तिन्ह नाए । भूप सुमंगल बचन सुनाए ॥१॥
 
जौं पाँचहि मत लागै नीका । करहु हरषि हियँ रामहि टीका ॥
मंत्री मुदित सुनत प्रिय बानी । अभिमत बिरवँ परेउ जनु पानी ॥२॥
 
बिनती सचिव करहि कर जोरी । जिअहु जगतपति बरिस करोरी ॥
जग मंगल भल काजु बिचारा । बेगिअ नाथ न लाइअ बारा ॥३॥
 
नृपहि मोदु सुनि सचिव सुभाषा । बढ़त बौंड़ जनु लही सुसाखा ॥४॥
 
(दोहा) 
कहेउ भूप मुनिराज कर जोइ जोइ आयसु होइ ।
राम राज अभिषेक हित बेगि करहु सोइ सोइ ॥ ५ ॥

*
MP3 Audio

*
 
સુમંત્ર મહારાજા દશરથની વાતને વધાવી લે છે
 
(દોહરો) 
પ્રસન્નચિત્ત નૃપે કર્યો પ્રવેશ હર્મ્યમહીં,
સેવક સચિવ સુમંત્રને મંગલ વાત કહી.
 
સુયોગ્ય લાગે પંચને મત જો આ મારો
કરો રામને તિલક તો દિન નીરખી ન્યારો.
 
મંત્રી મુદીત બન્યા સુણી નૃપની પ્રિય વાણી,
મનોરથરૂપી છોડ પર સીંચાયું પાણી.
 
મંત્રીઓ બોલ્યા તમે વિચાર્યું મંગલ કામ,
હવે વાર કરવી નથી, પ્રસન્ન અમે તમામ.
 
સચિવશબ્દ સુણતાં બન્યા વધુ પ્રસન્ન રાજા,
વધતા વેલાને મળી જાણે શુભ શાખા.
 
કહ્યું એમણે હોય જે મુનિવરનો આદેશ
અનુસરો તરત એહને, કરો પ્રમાદ ન લેશ.