देवों को योजना में सहायता करने सरस्वती तैयार
सुनि सुर बिनय ठाढ़ि पछिताती । भइउँ सरोज बिपिन हिमराती ॥
देखि देव पुनि कहहिं निहोरी । मातु तोहि नहिं थोरिउ खोरी ॥१॥
बिसमय हरष रहित रघुराऊ । तुम्ह जानहु सब राम प्रभाऊ ॥
जीव करम बस सुख दुख भागी । जाइअ अवध देव हित लागी ॥२॥
बार बार गहि चरन सँकोचौ । चली बिचारि बिबुध मति पोची ॥
ऊँच निवासु नीचि करतूती । देखि न सकहिं पराइ बिभूती ॥३॥
आगिल काजु बिचारि बहोरी । करहहिं चाह कुसल कबि मोरी ॥
हरषि हृदयँ दसरथ पुर आई । जनु ग्रह दसा दुसह दुखदाई ॥४॥
(दोहा)
नामु मंथरा मंदमति चेरी कैकेइ केरि ।
अजस पेटारी ताहि करि गई गिरा मति फेरि ॥ १२ ॥
*
MP3 Audio
*
દેવોની યોજના પાર પાડવા સરસ્વતી તૈયાર થાય છે
સરસ્વતીએ સુણતાં વાત થવા સરોજ વિપિન હિમરાત
પ્રગટ કર્યું પોતાનું દુઃખ, દેવોની પણ શમી ન ભૂખ.
ફરી પ્રાર્થના રહ્યા કરી લાગશે નહીં દોષ જરી;
રામ હર્ષશોકથકી મુક્ત, નથી તમારાથી એ ગુપ્ત.
જાણો રઘુવર પરમ પ્રભાવ અવિદ્યાતણો સદા અભાવ;
સુખદુઃખ પામે કર્મે જીવ બને બદ્ધ પોતે કે શિવ.
અયોધ્યાપુરી તરફ ગયાં સરસ્વતી મનમાં જ વદ્યાં,
મંદબુદ્ધિ છે દેવતણી, વિવેક તેથી કર્યો નહીં.
નિવાસ ઉચ્ચ નીચ વ્યવહાર, મલિનતાતણો છે ના પાર,
પરવિભૂતિ પેખી ન શકે, ચિત્ત યોગમાં ના જ ટકે.
ભાવિ કર્મનો કરી વિચાર, રામતણું માહાત્મ્ય અપાર
સમજી આવ્યાં અવધપુરી ગ્રહદશા હતી જ્યાં અધુરી.
(દોહરો)
દાસી કૈકેયીતણી હતું મંથરા નામ
બુદ્ધિ તેની ફેરવી કરવા અપયશકામ.