कैकेयी के वचन से दशरथ को आघात
एहि बिधि राउ मनहिं मन झाँखा । देखि कुभाँति कुमति मन माखा ॥
भरतु कि राउर पूत न होहीं । आनेहु मोल बेसाहि कि मोही ॥१॥
जो सुनि सरु अस लाग तुम्हारें । काहे न बोलहु बचनु सँभारे ॥
देहु उतरु अनु करहु कि नाहीं । सत्यसंध तुम्ह रघुकुल माहीं ॥२॥
देन कहेहु अब जनि बरु देहू । तजहुँ सत्य जग अपजसु लेहू ॥
सत्य सराहि कहेहु बरु देना । जानेहु लेइहि मागि चबेना ॥३॥
सिबि दधीचि बलि जो कछु भाषा । तनु धनु तजेउ बचन पनु राखा ॥
अति कटु बचन कहति कैकेई । मानहुँ लोन जरे पर देई ॥४॥
(दोहा)
धरम धुरंधर धीर धरि नयन उघारे रायँ ।
सिरु धुनि लीन्हि उसास असि मारेसि मोहि कुठायँ ॥ ३० ॥
*
MP3 Audio
*
કૈકેયીના વરદાનથી દશરથને આંચકો
(દોહરો)
દેખી રાજાની દશા કૈકેયી જલદી
બોલી ઊઠી શબ્દને ક્રોધથકી તપતી.
ભરત તમારો પુત્ર ના, તમને ના પ્યારો ?
વેશ્યાની પેઠે તમે હાથ ગ્રહો મારો ?
વચન બાણ જેવા બધાં તમને લાગ્યાં જો,
વચનો વદતાં કેમ ના વિચાર કરતાં તો ?
આપવા કહ્યું વર ભલે ના મુજને આપો,
સત્ય તજીને જગતમાં અપયશને સ્થાપો.
વર દેવા માટે કહ્યું સત્ય-વખાણ કરી,
કોડી ત્યારે માગશે એવી આશ ધરી ?
બલિ દધિચિ શિબિએ તજી તન તેમજ ધનને
પાળ્યાં પૂર્વે વચનને દ્રઢ રાખી મનને.
અતિકટુ શબ્દ કહી રહી કૈકેયી પ્રજળી,
દાઝ્યા ઉપર સતત રહી જાણે નમક ભરી.
ધર્મધૂરંધર નૃપ ધરી ધીર ઉઘાડી આંખ
બોલ્યા, તોડી ક્રુરતાસહિત વિહગની પાંખ.