दूसरी शर्त वापिस लेने के लिए दशरथ की कैकेयी से बिनती
राम सपथ सत कहूँ सुभाऊ । राममातु कछु कहेउ न काऊ ॥
मैं सबु कीन्ह तोहि बिनु पूँछें । तेहि तें परेउ मनोरथु छूछें ॥१॥
रिस परिहरू अब मंगल साजू । कछु दिन गएँ भरत जुबराजू ॥
एकहि बात मोहि दुखु लागा । बर दूसर असमंजस मागा ॥२॥
अजहुँ हृदय जरत तेहि आँचा । रिस परिहास कि साँचेहुँ साँचा ॥
कहु तजि रोषु राम अपराधू । सबु कोउ कहइ रामु सुठि साधू ॥३॥
तुहूँ सराहसि करसि सनेहू । अब सुनि मोहि भयउ संदेहू ॥
जासु सुभाउ अरिहि अनुकूला । सो किमि करिहि मातु प्रतिकूला ॥४॥
(दोहा)
प्रिया हास रिस परिहरहि मागु बिचारि बिबेकु ।
जेहिं देखाँ अब नयन भरि भरत राज अभिषेकु ॥ ३२ ॥
*
MP3 Audio
*
દશરથ કૈકેયીને બીજુ વર ન માગવા વિનવે છે
(દોહરો)
શપથ સેંકડો રામના લેતાં સત્ય કહું
માતાએ ના રામની મુજને કશું કહ્યું.
પૂછ્યા વગર તને કર્યું મંગલ સઘળું મેં
મનોરથ બધાયે બન્યા નિષ્ફળ તેથી છે.
*
ક્રોધ તજી સજ મંગલ સાજ, ભરત હવે બનશે યુવરાજ;
એક વાતનો છે અફસોસ વર માગ્યું તેં અન્ય અયોગ્ય.
એની આંચે ઉર આ બળે, ક્રોધ સત્ય પરિહાસ જ કરે ?
રામદોષ કહે તજતાં રોષ, રામ સાધુ દે સૌને તોષ.
તુંય વખાણ કરતી સ્નેહ, હવે થતો મુજને સંદેહ,
જેનો સ્વભાવ અરિ-અનુકૂળ તે ક્યમ કરે માત-પ્રતિકૂળ.
(દોહરો)
વિનોદ ક્રોધ તજી દઇ કરતાં માગ વિવેક,
આંખ ભરી જોઉં હવે ભરત રાજ-અભિષેક.