दो वरदान पूरा करने के लिए दशरथ पर कैकेयी का दबाव
ब्याकुल राउ सिथिल सब गाता । करिनि कलपतरु मनहुँ निपाता ॥
कंठु सूख मुख आव न बानी । जनु पाठीनु दीन बिनु पानी ॥१॥
पुनि कह कटु कठोर कैकेई । मनहुँ घाय महुँ माहुर देई ॥
जौं अंतहुँ अस करतबु रहेऊ । मागु मागु तुम्ह केहिं बल कहेऊ ॥२॥
दुइ कि होइ एक समय भुआला । हँसब ठठाइ फुलाउब गाला ॥
दानि कहाउब अरु कृपनाई । होइ कि खेम कुसल रौताई ॥३॥
छाड़हु बचनु कि धीरजु धरहू । जनि अबला जिमि करुना करहू ॥
तनु तिय तनय धामु धनु धरनी । सत्यसंध कहुँ तृन सम बरनी ॥४॥
(दोहा)
मरम बचन सुनि राउ कह कहु कछु दोषु न तोर ।
लागेउ तोहि पिसाच जिमि कालु कहावत मोर ॥ ३५ ॥
*
MP3 Audio
*
કૈકેયી દશરથને બે વચનો પુરા કરવા કહે છે
(દોહરો)
વ્યાકુળ રાજ થઇ ગયા, શિથિલ થયાં સૌ અંગ,
બેઠી કરી હાથણી કલ્પવૃક્ષનો ભંગ.
કંઠ સુકાયો, મુખમહીં આવી ન શકી વાણ;
જળ વિના બન્યા મીનના દીન જેમ હો પ્રાણ.
*
ઘામાં ભરતી હો જેવું ઝેર બોલી કૈકેયી એવું ફેર;
હસવું એક સમય ભૂપાલ બને કેમ ફુલાવવા ગાલ ?
દાની બનવું કૃપણ થવું છેક, લડવું રણમાં ને ચાહવું ક્ષેમ;
અંતે આમ જ કરવું હતું તો વર માગવા શાને કહ્યું હો !
છોડો વચન કે ધૈર્યને ધારો, અબલા જેમ વિલાપને ટાળો;
તન સ્ત્રી સુત ધન ને ધામ સત્ય પાસે છે તૃણશાં તમામ.
(દોહરો)
મર્મશબ્દ સુણતાં વદ્યા નૃપ, તુજ દોષ નહીં,
મારો કાળ પિશાચસમ વાણી રહ્યો કહી.