महाराजा दशरथ ने विलाप में रात बिताई
राम राम रट बिकल भुआलू । जनु बिनु पंख बिहंग बेहालू ॥
हृदयँ मनाव भोरु जनि होई । रामहि जाइ कहै जनि को १ ॥
उदउ करहु जनि रबि रघुकुल गुर । अवध बिलोकि सूल होइहि उर ॥
भूप प्रीति कैकइ कठिनाई । उभय अवधि बिधि रची बनाई ॥२॥
बिलपत नृपहि भयउ भिनुसारा । बीना बेनु संख धुनि द्वारा ॥
पढ़हिं भाट गुन गावहिं गायक । सुनत नृपहि जनु लागहिं सायक ॥३॥
मंगल सकल सोहाहिं न कैसें । सहगामिनिहि बिभूषन जैसें ॥
तेहिं निसि नीद परी नहि काहू । राम दरस लालसा उछाहू ॥४॥
(दोहा)
द्वार भीर सेवक सचिव कहहिं उदित रबि देखि ।
जागेउ अजहुँ न अवधपति कारनु कवनु बिसेषि ॥ ३७ ॥
*
MP3 Audio
*
રાજા દશરથે વિલાપમાં રાત વિતાવી
(દોહરો)
રામ રામ રટતા રહ્યા વ્યાકુળ વધુ મહીપાલ,
પાંખ વિનાના વિહંગશા બની ગયા બેહાલ.
કરવા લાગ્યા પ્રાર્થના પ્રભાત થાય નહીં,
કોઇયે ના રામને હોયે વાત કહી.
*
રવિ રઘુકુળગુરુ મુજ કાજે તમે ઉદય ના પામશો આજે;
પીડા પામશો અવધને જોઇ, ઉર રહેશે તમારું રોઇ.
ભૂપ પ્રીત, કૈકેયી નિષ્ઠુરતા, અવધિ બંનેની વિધિએ રચી હા !
થયું આખરે એમ સવાર; વીણા વેણુ શંખ રાજદ્વાર
વાગ્યાં વાદ્ય વિભિન્ન અપાર; લાગ્યા આજે ના નૃપને રસાળ.
ભાટ બિરદાવલી રહ્યા બોલી, ગાતા ગીત ગવૈયાઓ ડોલી;
લાગ્યાં બાણ જેવાં નૃપને એ, લાગ્યું નીરસ જગત બધુંયે.
(દોહરો)
રાજદ્વાર પર સચિવ ને સેવકભીડ થઇ,
નૃપતિ કેમ જાગ્યા નથી સૌએ વાત કહીં.