Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

माता कौशल्या राम को दशरथ के वचनानुसार चलने को कहती है   
 
राखि न सकइ न कहि सक जाहू । दुहूँ भाँति उर दारुन दाहू ॥
लिखत सुधाकर गा लिखि राहू । बिधि गति बाम सदा सब काहू ॥१॥
 
धरम सनेह उभयँ मति घेरी । भइ गति साँप छुछुंदरि केरी ॥
राखउँ सुतहि करउँ अनुरोधू । धरमु जाइ अरु बंधु बिरोधू ॥२॥
 
कहउँ जान बन तौ बड़ि हानी । संकट सोच बिबस भइ रानी ॥
बहुरि समुझि तिय धरमु सयानी । रामु भरतु दोउ सुत सम जानी ॥३॥
 
सरल सुभाउ राम महतारी । बोली बचन धीर धरि भारी ॥
तात जाउँ बलि कीन्हेहु नीका । पितु आयसु सब धरमक टीका ॥४॥
 
(दोहा)   
राजु देन कहि दीन्ह बनु मोहि न सो दुख लेसु ।
तुम्ह बिनु भरतहि भूपतिहि प्रजहि प्रचंड कलेसु ॥ ५५ ॥

*
MP3 Audio

*
 
કૌશલ્યા રામને મહારાજા દશરથે આપેલ વચનના પાલન માટે જણાવે છે
 
(દોહરો)
રાખી શકાય ઘેર ના, જાવ કહી ન શકાય,
બંને રીતે દિલ બન્યું દાહથકી અસહાય.
 
વિચિત્ર ગતિ છે વિધિતણી, માતે કર્યો વિચાર,
રાહુ રચાયો ચંદ્રને રચતાં ચાર રસાળ.
 
ઘેરી મતિ માતાતણી ધર્મ તથા પ્રેમે,
સાપ છછૂંદરશી દશા મટી નહીં કેમે.
 
રહેવા માટે રામને પુરે કરું અનુરોધ
ધર્મ જાય ને બંધુમાં આખર થાય વિરોધ.
 
વનમાં વળી જવા કહું તોપણ શુભ નવ થાય,
સંકટ શોકતણો રહ્યો કોઇયે ન ઉપાય.
 
રામભરત સરખા ગણી ધીરજ સ્થૈર્ય ધરી
વિચારતાં સ્ત્રીધર્મને ભોલી માત ફરી.
 
રામ, તમે ઉત્તમ કર્યું, શોક ન એનો લેશ;
પિતાવચનપાલન કહ્યું સર્વધર્મમાં શ્રેષ્ઠ.
 
રાજ્ય કહિને વન ધર્યું તેનું દુઃખ ન લેશ;
ભરત ભૂપ, સૌને થશે તમારા વિના કલેશ.