Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वनगमन के लिए कौशल्या की राम को अनुमति और आशीर्वाद   
 
जौं केवल पितु आयसु ताता । तौ जनि जाहु जानि बड़ि माता ॥
जौं पितु मातु कहेउ बन जाना । तौं कानन सत अवध समाना ॥१॥
 
पितु बनदेव मातु बनदेवी । खग मृग चरन सरोरुह सेवी ॥
अंतहुँ उचित नृपहि बनबासू । बय बिलोकि हियँ होइ हराँसू ॥२॥
 
बड़भागी बनु अवध अभागी । जो रघुबंसतिलक तुम्ह त्यागी ॥
जौं सुत कहौ संग मोहि लेहू । तुम्हरे हृदयँ होइ संदेहू ॥३॥
 
पूत परम प्रिय तुम्ह सबही के । प्रान प्रान के जीवन जी के ॥
ते तुम्ह कहहु मातु बन जाऊँ । मैं सुनि बचन बैठि पछिताऊँ ॥४॥
 
(दोहा)    
यह बिचारि नहिं करउँ हठ झूठ सनेहु बढ़ाइ ।
मानि मातु कर नात बलि सुरति बिसरि जनि जाइ ॥ ५६ ॥

*
MP3 Audio

*
 
વનગમન માટે કૌશલ્યાની અનુમતિ અને આશીર્વાદ
 
હોય કેવળ આજ્ઞા પિતાની, જવું વન ના માતા મોટી માની;
કિન્તુ માતાપિતાએ કહ્યું હો વન સેંકડો અવધસમું તો.
 
માતા વનદેવી પિતા વનદેવ, કરશે પશુપક્ષી ચરણની સેવ;
નૃપને ઉચિત અંતે વનવાસ, જોતાં વચને ઉર થાય હતાશ.
 
વન બડભાગી અવધ અભાગી જેને રામ હશે તમે ત્યાગી;
જો હું સાથે આવું કરી સ્નેહ, મનમાં તમને થશે તો સંદેહ.
 
તમે સૌના પરમપ્રિય જેવા પ્રાણ પ્રાણના જીવન એવા;
કહો વનમાં જવા કાજે જ્યારે હૈયું હાથમાં ના રહે ત્યારે.
 
(દોહરો)
મિથ્યા સ્નેહ વધારતાં તોપણ હઠ ન કરું;
માતાના સંબંધથી કરજો સ્મરણ ખરું.